‘KGF Chapter 2’ ના યશે શાહરૂખ ખાન સાથે તેની સરખામણી કરવા પર આપ્યો આ જવાબ
'KGF Chapter 1'ની જંગી સફળતા પછી, યશ સમગ્ર દેશમાં એક વિશાળ સ્ટાર બની ગયો છે. આ ફિલ્મની ભવ્ય સફળતાથી યશની (Superstar Yash) લોકપ્રિયતા રાતોરાત વધતી જોવા મળી છે.

‘KGF ચેપ્ટર 2’ (KGF Chapter 2) હાલમાં ‘RRR’ પછી સૌથી વધુ અપેક્ષિત ફિલ્મ છે. 2 વર્ષથી વધુ સમયથી નિર્માણમાં રહેલી આ ફિલ્મ આખરે આવતા શુક્રવારે એટલે કે 14/09/2022ના રોજ રિલીઝ થશે. અત્યારે યશના (Superstar Yash) ચાહકો તેને ફરીથી સ્ક્રીન પાર જોવા માટે શાંત રહી શકયા નથી. ભાગ 1ની ભવ્ય સફળતા પછી, સુપરસ્ટાર યશ સમગ્ર દેશમાં તેની લોકપ્રિયતા રાતોરાત વધી ચુકી છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં, અભિનેતાએ બોલિવૂડના મોટા કલાકારો શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે તેની સરખામણી વિશે વાત કરી હતી.
View this post on Instagram
પ્રશાંત નીલ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, આ 2 ભાગની શ્રેણીનો બીજો હપ્તો જે રિલીઝ થવાનો છે, તે 2018ની ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મમાં સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી, રવિના ટંડન અને પ્રકાશ રાજ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 14/04/2022ના રોજ કન્નડમ, તેલુગુ, હિન્દી, તમિલ અને મલયાલમ ભાષાઓના ડબ વર્ઝન સાથે દેશભરમાં રિલીઝ થવાની છે.
View this post on Instagram
બોલિવૂડ લાઈફ સાથેની તાજેતરની વાતચીતમાં, KGF ચેપ્ટર 2 સ્ટાર યશે શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે સરખામણી કરવા અંગેના તેમના મંતવ્યો વિશે વાત કરી હતી. લોકપ્રિય અભિનેતાએ કહ્યું કે, “હું તો સિનેમામાં હજુ બાળક જ છું. હું તેમની ફિલ્મો જોઈને મોટો થયો છું. તેથી હું ઉમેરવા માંગુ છું કે તમે જાણો છો કે અહીં કંઈપણ કાયમી નથી. મારો મતલબ છે કે તેઓ સુપરસ્ટાર છે અને તેમનો અનાદર કરવો કે સરખામણી કરવી યોગ્ય નથી. તેઓ બધા જ મારી એક્ટર બનવા પાછળની પ્રેરણા છે. તેઓ ફિલ્મ ઉદ્યોગના આધારસ્તંભ છે.”
સમગ્ર ભારતમાં KGFની સફળતા અને હિન્દી ભાષી પ્રેક્ષકોમાં તેના ક્રેઝ વિશે વાત કરતાં, યશે કહ્યું કે, “તે એવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું. અમે અખિલ ભારતીય ફિલ્મ બનાવવા માગતા હતા અને હું ઇચ્છું છું કે જે પણ ફિલ્મ રિલીઝ થાય છે તે પૅન ઇન્ડિયા હોવી જોઈએ, હિન્દી સિનેમા કે કન્નડ સિનેમા નહીં. એસ.એસ. રાજામૌલી સાહેબે આની શરૂઆત કરી અને અમે ચાલુ રાખ્યું છે. મને આશા છે કે આગળ આવી વધુ ને વધુ ફિલ્મો બનતી જોવા મળશે.”
ઇન્ટરવ્યુ દરમિયાન, સાઉથ સુપરસ્ટારને ટ્રેલર લૉન્ચમાં, બૉલીવુડ અને ટોલીવુડની સરખામણી વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે યશે જણાવ્યું કે, ”આપણે સિનેમાને ‘વુડ્સ’ તરીકે વર્ણવવાનું બંધ કરવું જોઈએ, અને એકંદરે ભારતીય સિનેમાના ભવ્ય વારસાની ઉજવણી કરવી જોઈએ.”